શ્રી રસાત્મિક માર્ગ (સચ્ચિદાનંદ સંપ્રદાય) મહારાજ શ્રી સુંદરસાહેબ
દ્વારા સવંત ૧૮૭૭ વૈશાખસુદ - પ ના કચ્છ અંજારમાં સ્થાપવામાં આવ્યો.
‘શ્રી રસાત્મિક માર્ગ’ નું જ્ઞાન, સદગુરૂ ને શ્રી રસાત્મિક સદગુરૂ સાથે છ દિવસની જ્ઞાન ચર્ચામાં મળ્યું. શ્રી રસાત્મિક સદગુરૂ એ શ્રી સુંદરસાહેબને
વૈશાખ સુદ પ થી ૧૧ (અગિયારસ) સુધી જ્ઞાન ચર્ચામાં ક્ષર–અક્ષર અક્ષરાતીતનુ જ્ઞાન આપ્યુ.
આજે કચ્છ અંજાર માં શ્રી રસાત્મિક માર્ગનું મુખ્ય મંદિર છે.
જયાં પરમધામી આવેશી શ્રી રાધાકૃષ્ણની સેવા થાય છે. શ્રી રસાત્મિક માર્ગ ના પ્રેમી ભકતો રસિક કહેવાય છે.
પરસ્પર જયારે રસિકો એકબીજાને મળે ત્યારે "જય શ્રી સચ્ચિદાનંદ પરમધામ ધણી" કહે છે.
મહારાજ શ્રી સુંદર સાહેબ શ્રી રસાત્મિક માર્ગ ના આચાર્ય છે. શ્રી સદગુરૂના પરમધામ ગમન પછી ગુરૂગાદી પરંપરા આજ સુધી પ્રર્વતમાન છે.
હાલમાં અંજાર મુખ્ય મંદિરમાં
મહંત શ્રી ત્રિકમદાસજી મહારાજ ગુરૂગાદી એ બિરાજમાન છે. કચ્છ અંજાર મંદિર જે
શ્રી સચ્ચિદાનંદ મંદિર તરીકે ઓળખાય છે. જયાં શ્રી રાધા-કૃષ્ણ ભગવાનની અષ્ટપ્રહરી સેવા થાય છે.
| ૧) પ્રભાતિયા – નિત્ય સવારે પંચમ, રામકલી રામગ્રી આદે રાગોમાં પ્રભાતિયા ગાઈ ઠાકોરજીને જાગ્રત કરવામાં આવે છે. |
| ર) મંગળા આરતી – ઠાકોરજીને સ્નાન સેવા તથા શણગાર આદે મહારાજ શ્રી દ્વારા કરવામા આવે છે. મહંત શ્રી ત્રિકમહારાજી મહારાજના સ્વહસ્તે શ્રી પરમધામધણી અને સદગુરૂઓની મંગળા આરતી કરવામાં આવેછે. ત્યારબાદ મહંત શ્રી ત્રિકમહાસજી મહારાજના સ્વમુખે શ્રી વ્રજપ્રભા ગ્રંથના આલાપ વાચવામાં આવે છે. સર્વ શિષ્યો ને શ્રી સદગુરૂ પરમધામની ચૈતનધન વાણીનું રસપાન કરાવે છે. |
| ૩) સવાર ના સમૈયા – ઠાકોરજીને મોનભોગ ધરાવાય છે અને રસિકો બધા સાથે માળી ભજનાનંદ કરી ને મહાપ્રસાદ લે છે. |
| ૪) રાજભોગ / રાજ આરતી – રસિકો રાજ આરતીના સમયે ભેગા થઈ ભજનાંનંદ કરે છે. ત્યારબાદ રાજભોગ ધરાવવામાં આવે છે પછી સર્વ રસિકો મહાપ્રસાદ લે છે. |
| પ) ઉત્થાપન દર્શન – પાછલા પહોરે સાંજના ઉત્થાપન દર્શન થાય છે. રસિકો ભેગા થઈ સત્સંગ કરે છે તથા સેવા કરી સ્તુતિ કરે છે. |
| ૬) સંધ્યા આરતી – સંધ્યા આરતી મહંત શ્રી દ્વારા કરવામાં આવે છે. |
| ૭) સાંજના સમૈયા – ગ્રંથરાજ પઠન-ભજન - રસિકો દ્વારા સુંદરગીતા માંથી સાંજના સમૈયા ગાવામાં આવે છે. ભગવાનને મહદ કલોવી ભોજન કરાવવામાં આવે છે. પછી ગ્રંથરાજ પઠન અને ભજન કરવામાં આવે છે. |
| ૮) શયન આરતી, અરજી, પોઢણીયા, સ્તુતિ – શયન આરતી કરવામાં આવે છે. અને અરજી પોઢણીયા ગાવામાં આવે છે અને ભગવાન ને શયનદર્શન કરાવવામાં આવે છે. પ્રભુને સુખાલા કરાવવામાં આવે છે. |
અંજાર મુખ્ય મંદિર માં જ શ્રી રસાત્મિક માર્ગના ગુરૂઓની સેવા છે અને વર્તમાન મહંતશ્રીની આચાર્યગાદી છે. શ્રી ક્ષેત્ર અંજાર એ શ્રી રસાત્મિક માર્ગ નું તીર્થધાામ છે. જયાં આ માર્ગના આચાર્ય
સદગુરૂ શ્રી સુંદર સાહેબ અને બીંજા ગુરૂઓના હાથે લખાયેલ ધર્મગ્રંથોની હસ્તપ્રતો રાખવામાં આવેલી છે.
શ્રી રસાત્મિક માર્ગ નો મુખ્ય ગ્રંથો સદગુરૂ શ્રી સુંદર સાહેબ મહારાજ ના હસ્ત થી લિખિત શ્રી વ્રજપ્રભા ગ્રંથ છે.
જેની બાર નિશાનીઓ (ગ્રંથ) માં વહેચાયેલો છે. જેમાં ભગવાન શ્રી રાધાકૃષ્ણની વ્રજલીલા, બાળલીલા, દાણલીલા, રાસલીલાનું સુંદર વર્ણન છે. મુખ્ય શ્રી વ્રજપ્રભા ગ્રંથ વ્રજભાષા માં લખાયેલો છે. જેનું ગુજરાતીમાં
ભાષાતંર પણ છે. બીજા અનેક લધુશાસ્ત્રો, ભજનો તથા પદો પણ લખાયેલા છે.

જન્મ સવંત ૧૮ર૬ શ્રાવણ વદ ૮ ગુરૂવાર મધ્યરાત્રે રોહિણી નક્ષાત્રમાં, મીઠીરોહર માં.
ગૃહસ્થાશ્રમ પ્રવેશ : ભકત ભાણજી ની સુપુત્રી ધનબાઈ સાથે લગ્ન
ધામગમન : સવંત ૧૯૦ર ના જેઠ સુદ ૧૧ કચ્છ અંજાર
પ્રાગટય : સવંત ૧૮પપ મહાસુદ - પ વસંત પંચમી, ખારીરોહરમાં
સદગુરૂ મિલન : સવંત ૧૮૭૭ વૈશાખ સુદ - પ
પિતાશ્રી : વીરસાહેબ
માતાશ્રી : ધનબાઈ
બહેન : વાલબાઈ અને જમનાબાઈ
ધામગમન : સવંત ૧૯૧૭ ફાગણ સુદ ૬, રવિવાર, અંજાર
રચના : શ્રી વૃજપ્રભા ગ્રંથરાજ ( બાર નિશાની નાં નામ - અભિજુત, ક્ષમંગ, છંદગ, સલોતર, મધુપ, વિત્રંગ, પ્રકાશંગ, અનુપમ, લિલપ્ત, રાસંગ, રમજ, સર્વોતર ) ,અનેક લધુગ્રંથીકા અને ૪૦૦ ચોેસર, ૪૨ ભાષામાં ધામધણીને લખેલા પત્રો વગેરે
જન્મ : સવંત ૧૮૯ર મહાસુદ - ર
ધામગમન : સવંત ૧૯ર૭, જેઠ વદ - ૧ર
ધામગમન: સવંત ૧૯૬ર ના માગસર સુદ ૬

જન્મ : સવંત ૧૯૩૧ ના વૈશાખ વદ - ૧ર, કચ્છ ખેડોઈ
દિક્ષા : સવંત ૧૯પર ભાદરવા સુદ ર
મહંત પદવી : સવંત ૧૯૬ર માગસર વદ ૧ર સુદ ૬
ધામગમન : સંવત ર૦૩૧ મહાસુદ ૯, ગુરૂવાર તા. ર૦/ર/૭પ

ગુરુપદવી : સવંત ર૦૩૧ ના ચૈત્ર સુદ પુનમ
ધામગમન : સવંત ર૦૪ર ના મહાવદ અમાસ સોમવાર તા. ૧૦/૦૩/૮૬

જન્મ : ભાદરવા સુદ પુનમ, રતનાર ગામ
મહંતપદવી : ફાગણ સુદ ૭ ના તા. ૧૦/૦૩/૧૯૮૪
ધામગમન : ચૈત્ર સુદ ૯ (રામનવમી) તા. ૧ર.૪.ર૦૦૦
જન્મ : સવંત ર૦૧૯ વૈશાખ સુદ - પ તા.૧/પ/૧૯૬૩
મહંતપદવી : સંવત ૨૦૫૬ ફાગણ સુદ ૭ તા.૧૧.૩.ર૦૦૦

જન્મ – સવંત ૨૦૨૨ આસો સુદ ૧૦ (દસેરા)
તા. ૧.૧૦.૧૯૬૬
સચ્ચિદાનંદ સંપ્રદાયના સપ્તમ ગાદિપતિ મહંત શ્રી ત્રિકમદાસજી મહારાજનો જન્મ તા. ૧/પ/૧૯૬૩ ના વૈશાખ સુદ–પ ના રતનાર ગામમાં
પિતા કરસનભાઈ અને માતા કુંવરમા ના ઘરે અહિચર કુળમા થયો.મહંત શ્રી ત્રિકમદાસજી મહારાજ એ સાત વર્ષે
દીક્ષા ગ્રહણ કરી, મહારાજશ્રી મોહનદાસજીના શિષ્ય થયા.
મહંત શ્રી ના ગુરૂભાઈ શ્રી ભગવાનદાસજી સાથે અંજારની શાળામાં શિક્ષણ લીધું અને ત્યારબાદ ગુરૂશ્રી મોહનદાસજી તથા મહારાજશ્રી વલ્લભદાસજી ના સાન્ધ્યિમાં ધર્મ શાસ્ત્રોનુ અધ્યયન કર્યુ ભજનો અને પદોના રાગો આદે શિખ્યા.
ગુરુ શ્રી વલ્લભદાસજી મહારાજે સ્વહસ્તે ફાગણસુદ – ૭ તા. ૧ર.૩.ર૦૦૦ ના મહંતપદવી આપી ગાદીએ બેસાડી મંદિરની સેવા સોપી.
સદગુરૂ શ્રી સુંદર સાહેબના આવેશી અને ગુરૂશ્રી ના આશીર્વાદથી મહંત શ્રી માં રસિકોને ભજનાનંદ તથા સતસંગ આપવાનો સેવાભાવ છે. અંજાર મંદિરમાં આવતા વિવિધ ધર્મના સાધુ સંતોનો આદર સત્કાર, મંદિરમાં આવતા રસિક સમાજની મનોહારી કરવી.
રસિક સમાજમાં નિત્ય ભજનાનંદ વર્તાવી ભકિતની જમાવટ કરવી. આ સહેજ ઉજજવલતાનો ગુણ મહારાજ શ્રી ત્રિકમદાસજીમાં પ્રગટ જોવા મળે છે.
મહંત શ્રી ત્રિકમદાસજી મહારાજ કચ્છના દરેક સાંસ્કૃતિ, શૈક્ષણિક અને સામાજિક કાર્યક્રમમાં હાજર રહી લોકોને માર્ગદર્શન કરે છે. તેનોથી રસાત્મિક માર્ગનુ નામ, અંજાર સચ્ચિદાનંદ સંપ્રદાય ની પ્રતિષ્ઠા અને સદગુરૂ શ્રી સુંદર સાહેબનું નામ જગતમા સદા રોશન રહેશે.
મહંત શ્રી ત્રિકમદાસજી મહારાજ ના કાર્યાની જેટલી પ્રશંસા કરીએ તેટલી ઓછી છે.
શ્રી રસાત્મિક માર્ગના બીજા છ ધામ (મંદિર) શ્રી સતાપર , શ્રી રતનાલ, શ્રી ખેડોઈ, શ્રી પાંચોટિયા, શ્રી ચોબારી અને શ્રી જરપરા આ સર્વ કચ્છમાં સ્થપિત છે. જયાં શ્રી અક્ષરાતીત પરમધામ ધણી શ્રી યુગલ કીશોર શ્યામ શ્યામનીજી છબી સેવા થાય છે. શ્રી પાંચોટિયા મંદિર માં પરમાધણી શ્રી યુગલ કીશોર શ્યામ શ્યામનીજી સ્વરૂપ સેવા થાય છે. સુંદર દરિયા કિનારો ધરાવતુુ આ મંદિર અતિ દિવ્ય છે. આ ગામની શોભા ત્યાંના મોર છે. તીર્થક્ષેત્ર શ્રી અંજારમા જ મુખ્ય મંદિર થી થોડે રસાત્મિક માર્ગ ના ગુરુ શ્રી ઓની સમાધિનુ દિવ્ય સ્થળ છે જે ડેરી તરીકે ઓળખાય છે. જયાં શ્રી રસાત્મિક માર્ગ ના આચાર્ય સદગુરૂ શ્રી સુંદર સાહેબની સમાધિ છે.