ધાર્મિક અને લોકકલ્યાણ પ્રવૃત્તિ - સચ્ચિદાનંદ સંપ્રદાય

પરમ પુજ્ય મહંત શ્રી ત્રિકમ દાસજી મહારાજ વિવિધ લોક કલ્યાણ અને સામજીક વિકાસની પ્રવૃત્તિ ઓ કરેછે. સ્કુલમાં ભણતા વિધાર્થીઓ માટે નોટબુક - પુસ્તકોનું વિતરણ કરવું. પરિક્ષા વખતે તેમને મનોબળ આપવું. મહારાજશ્રી સ્વયં વિવિધ શાખાઓની મુલાકાત લઈ આ કાર્ય ખુબ સરસ રીતે કરી રહયા છે. અંજાર મંદિરમાં છાસ કેન્દ્ર ચાલુ છે તેમા રોજ લોકોને છાસ આપવામાં નઆવે છે. અંજાર મંદિરની દેખરેખ દેઠળ દવાખાનું ચાલે છે. જેમાં જરૂરિયાત મંદોને ડોકટરની સલાહ અને દવા આપવામાં આવે છે. રકતદાન - શિબિર ની આયોજન કરવામાં આવે છે. શિયાળામાં જરૂરત મંદોને ધાબળા આપવામાં આવે છે. અડદિયાનું વિતરણ કરવામાં આવે છે. આમ મહારાજશ્રી ત્રિકમદાસજી લોકસેવા કરી સમાજ કલ્યાણનુ શ્રેષ્ઠ ઉદાહરણ પુરું પાડયું છે.

"સંત બડે પરમાર્થી, શીતલ જાકો મન, ત્રપટ બુજાવે ઓર કી, દેકે આપકો સંગ,
તુલસી ઈસ સંસાર મે પાંચ રત્ન હે સાર, સાધુ મિલન, પ્રભુ ભજન, દયા ધન ઉપકાર."

પશુપંખી ની સેવા માટે મહારાજશ્રીએ મંદિરની છત ઉપર ચબુતરા નું નિર્માણ કરાવ્યું છે અને દરરોજ પોતાના હાથે આ મૂક અબોલા જીવ માટે દાણા પાણી નાખે છે. ગૌસેવા મહારાજ શ્રી ત્રિકમદાસજી નો ગાયો પ્રત્યે નો પ્રેમ અદભુત છે. હાલમાં નાગલપર સચ્ચિદાનંદ મંદિરની વાડી માં મહારાજશ્રીએ આધુનિક ગૌશાળા બનાવી છે. તેમાં 151 થી વધુ ગાયોની યોગ્ય રીતે સેવા થાય છે. નોંધનીય બાબત એ છે કે, ગાયો માટે પોતે વાડીએ જઈ સાર સંભાળ રાખે છે. હવે તો ગાયોના પંચગવ્ય માંથી વિવિધ દવાઓ અને ઉપચારના પદાર્થોનું નિર્માણ થાય છે. આ એક નવું જનજાગરણ અભિયાન મહારાજશ્રીએ શરૂ કર્યું છે. જેનો અનેક લોકો લાભ લે છે. પક્ષીઓ માટે બનાવેલ ચબુતરા માં પક્ષીઓને ચણ નાખે છે અને પક્ષીઓ આનંદિત થઈ મીઠો કલરવ કરી મીઠો પ્રત્યુત્તર આપે છે. મહંત શ્રી ની પદવી મેળવ્યા બાદ ત્રણ નવી વાડીઓ નું નિર્માણ કરેલ છે. નાગલપર, સતાપર અને રતનાલ મધ્યે પોતે વાડીએ જઈ સારસંભાળ રાખે છે. સતાપર ખેડોઈ રતનાલ તથા ઝરપરા મંદિરોનું પુન:નિર્માણ કરી બંધાવેલ છે. તેમજ સત્સંગ અર્થે અખાતના દેશો જેવા કે દુબઇ મસ્કત અબુધાબી જઇ સચ્ચિદાનંદ ધર્મનો પ્રચાર કરેલ છે.

ભૂખ્યાને અન્ન તરસ્યાને પાણી બીમાર ને દવા એ જ ઈશ્વરની સાચી સેવા છે. એ મહારાજશ્રીનો જીવન મંત્ર છે. પોતે ભણેલ શાળામાં રૂબરૂ જઈ વિદ્યાર્થીઓને મફત નોટબુકો પુસ્તકો ગણવેશ વગેરેનું વિતરણ કરે છે. અન્ય સેવાઓમાં મંદિર તરફથી ચાલતું છાશ કેન્દ્ર જ્યાં હિન્દુ મુસ્લિમ સર્વે અલગ-અલગ જ્ઞાતિના ૪૦૦ થી વધુ પરિવારો લાભ લે છે. મંદિર તરફથી હોમિયોપેથીક દવાખાનું પણ ચલાવવામાં આવે છે.

"પારસ અદુ સંતમે, સંત અધિક કરજાન, વહ લોહા કંચન કરે, વો કરે આપ સમાન."

જેના જીવનમાં પ્રત્યેક જીવ માટે દયા, એકતા અને આત્મીયતા ઉભરાતી હોય તેવા મહંત શ્રી ત્રિકમદાસજી મહારાજ પોતાના હેત અને પ્રીતથી સમગ્ર માનવ જગતને પોતાના બનાવી લે છે. જીવન તો બધાને મળે છે પણ આવી ધન્યતા થી તથા અહોભાવ ના સાથે સ્વીકારી પોતાનું સમાજમાં યશભાગી થવાનું કોઈ વિરલ વ્યક્તિને જ મળે છે.

"ગુરુ એસા કિજીએ જૈસા પુનમ કા ચાંદ, પ્રકાશે ભી તપે નહિં મન ઉપજે આનંદ"

જેના જીવનમાં પ્રત્યેક જીવ માટે દયા, એકતા અને આત્મીયતા ઉભરાતી હોય તેવા મહંત શ્રી ત્રિકમદાસજી મહારાજ પોતાના હેત અને પ્રીતથી સમગ્ર માનવ જગતને પોતાના બનાવી લે છે. જીવન તો બધાને મળે છે પણ આવી ધન્યતા થી તથા અહોભાવ ના સાથે સ્વીકારી પોતાનું સમાજમાં યશભાગી થવાનું કોઈ વિરલ વ્યક્તિને જ મળે છે.

"સંત બડે પરમાર્થી, શીતલ જાકો મન, ત્રપટ બુજાવે ઓર કી, દેકે આપકો સંગ,
તુલસી ઈસ સંસાર મે પાંચ રત્ન હે સાર, સાધુ મિલન, પ્રભુ ભજન, દયા ધન ઉપકાર."

માનવ ધર્મ અને મહારાજ શ્રી ત્રિકમદાસજી એ ખુબ સરસ રીતે દીપાવ્યો છે. મહારાજ શ્રી ત્રિકમદાસજીએ કચ્છના દરેક સાંસ્કૃતિક શૈક્ષણિક અને સામાજિક કાર્યક્રમમાં હાજર રહી લોકોને માર્ગદર્શન કરે છે. તેનાથી રસાત્મિક માર્ગનું નામ, અંજાર મંદિરની પ્રતિષ્ઠા અને સદગુરુ શ્રી સુંદર સાહેબનું નામ જગતમાં સદા રોશન રહેશે. મહારાજ શ્રી ત્રિકમદાસજી ના કાર્યોની જેટલી પ્રશંસા કરીએ તેટલી ઓછી છે.

કચ્છના દર્શનીય સ્થળોમાં સ્થાન પામતું "ગોવર્ધન પર્વત ધામ" સંકુલ

શ્રી સચ્ચિદાનંદ મંદિરના મહંત શ્રી ત્રિકમદાસજી મહારાજ ના વિચાર અને પ્રેરણાથી આકાર પામેલ પ્રકૃતિ અને સંસ્કૃતિ નું સાયુજ્ય છે, આ સંકુલની નોંધપાત્ર બાબત એ છે કે, કોઈપણ જાતની ભેટ, દાન સ્વીકારવામાં આવતા નથી. રમણીય સ્થળ છે મંદિર છે, તેમ છતાં ન કોઇ ફી કે ન તો દાનપેટી છે.

આમ તો આખુંયે કચ્છ તેની ભૌગોલિક વિશેષતાઓ અને લોક સંસ્કૃતિ થકી ગુજરાતમાં નોખું પડી જાય છે. એટલે જે વિશ્વભરમાંથી લોકો કચ્છની જોવા અને સમજવા દર વર્ષે આવે છે. કચ્છમાં જોવા લાયક બધું જ છે. પરંતુ આંખને થાક ઠારતી ગીચ વનરાજી નથી. કારણ કે કચ્છ એવા વિસ્તારમાં આવેલું છે જ્યાં ઓછો વરસાદ પડે છે તેથી જ કચ્છનો માણસ હંમેશા વરસાદ અને વનરાજીનો ચાહક રહ્યો છે. પરંતુ પ્રકૃતિની આ ખોટ પૂરી કરવા કચ્છના જ માણસો સતત પ્રયત્નશીલ છે. અહીં વાત કરવી છે ગોવર્ધન પર્વત નામે આકાર પામેલા એક રમણીય સ્થળની.

હિન્દુ માટે ગોવર્ધન શબ્દો અજાણ્યો ન હોય. ભગવાન શ્રી કૃષ્ણે જે પર્વતને પોતાની ટચલી આંગળી વડે ઊંચક્યો હતો એ પર્વતનું નામ જ કૃષ્ણ ના નામો પૈકીનું એક નામ છે. ગોવર્ધન પર્વતની કલ્પના ભલે ધાર્મિક પુસ્તકોના પૃષ્ઠોમાં હોય પરંતુ અંજારના સચ્ચિદાનંદ મંદિરના મહંત શ્રી ત્રિકમદાસજી મહારાજે કચ્છના લોકોની આંખમાં રહેતી વૃક્ષો ની તરસ છીપાવવા જે સંકુલ ઉભું કર્યું છે તેને -"ગોવર્ધન પર્વત ધામ" એવું નામ આપ્યું છે. નામ ભલે ધાર્મિક હોય, ત્યાં મંદિર હોય, મૂર્તિઓ પણ હોય છતાં આ સ્થળનું મહત્વ અને ખેંચાણ, ત્યાં વવાયેલા અને ઉછરેલા વૃક્ષો છે.

અંજાર થી ૫ કિલોમીટર દૂર આવેલા સતાપર ગામની પશ્ચિમ દિશા ક્યારેક ઉબડ-ખાબડ ટેકરીઓ અને કાંટાળા વૃક્ષો ને કારણે નિસ્તેજ લાગતી હતી. મહંત શ્રી ત્રિકમદાસજી મહારાજે જ્યારે પોતાના ચિત્રોમાં રમતા સ્થળ વિશે જમીનો જોઈ ત્યારે સતાપર ની એ ધરતી જાણે બોલી ઉઠી!

બસ, એ ઘડીથી આરંભાયું ગોવર્ધન પર્વત સંકુલનું નિર્માણ! ત્યાં આવેલી ટેકરી ને કેન્દ્ર બિંદુ માની આસપાસની જમીન સમથળ કરવામાં આવી. વરસાદી પાણીએ કરેલા ખાડા પૂરવામાં આવ્યા. કાંટાળા વૃક્ષો આડેધડ પડેલા પથ્થરો હટાવવામાં આવ્યા. આસપાસની જમીન તો સપાટ થઈ પણ વૃક્ષો વિનાની એ ટેકરી ધજા વિનાના મંદિર જેવી લાગતી હતી. કામ કઠિન હતું. મુખ્ય પ્રશ્ન પાણીનું ન હતો, પાણી આવી ગયા પછી ટેકરીની ટોચે લઈ જઈને ચોમેર પહોંચાડવાનો હતો. કુશળ ઇજનેરી કલાથી એ કાર્ય પણ સંપન્ન થયું અને વૃક્ષ ઉછેર નું અભિયાન હાથ ધરવામાં આવ્યું. 5000 વૃક્ષોને ઉછેરવાનો સંકલ્પ કરવામાં આવ્યો. મુખ્ય ટેકરી ઉપર મોટર દ્વારા પાણી લઈ જઈ ઉપરથી પાણી વહેતું કરવાની પૂરી યોજના પછી હવા એલા વૃક્ષોને આપોઆપ પાણી મળતું રહે તે મુશ્કેલ કાર્ય પણ તકનિકી અને લોક સહયોગથી પાર પડ્યો. ટેકરીની તળેટીમાં બાંધકામો થયા. ટેકરી ઉપર ચડાવવાના માર્ગો બન્યા. એક તરફ બાંધકામો ચાલુ હતા બીજી તરફ થી ઝડપભેર વૃક્ષોને ઉછેરવાં માંડી. બે-ત્રણ વર્ષમાં તો દૂરથી ધ્યાન ખેંચે તેવું રમણીય દ્રશ્ય રચાયું. ધીમે ધીમે આ સ્થળ તરફ ગામ લોકોની લાગણી બદલવા માંડી. મહારાજશ્રીએ સતાપર મંદિર ની વાડીમાં તો વ્રજ ઉતા ર્યું. ગિરિરાજજી અને યમુનાજી બનાવી મનોરથ કર્યા છે. સુંદર અને વિશાળ સતાપર વાડી નો વિસ્તાર છે. સત્તાપર ગામના લોકો નવરાશના સમયે એ સ્થળ પર આવવા લાગ્યા અને પોતાના ઘરનું જ કોઈ કામ હોય એટલી શ્રદ્ધાથી ત્યાં નું નાનું મોટું કાર્ય કરવા લાગ્યા.

આજે ગોવર્ધન પર્વત લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. રજાના દિવસે આસપાસના ગામોના લોકો આ સ્થળની મુલાકાતે આવે છે. અંજાર-ગાંધીધામ જેવા શહેરી વિસ્તારના લોકો રજાના દિવસે પોતાના બાળકોને લઈ નિસર્ગનો આનંદ માણવા અહીં આવે છે. તો કામના ભારણથી ત્રસ્ત લોકો બે-ચાર કલાક અહીં ગાડી ને હળવા થાય છે. આ સ્થળ ઊંચાઈ પર આવેલું છે. એટલે દૂર દૂર સુધીનો વિસ્તાર જોઈ શકાય છે. ગોવર્ધન પર્વત સંકુલ વિસ્તારમાં સારસ, શાહમૃગ, સસલા, હરણ, મોર, પોપટ, ચકલી, બતક, હંસ જેવા જીવો લોકોની અવર-જવર વચ્ચે પણ વિચરતા રહે છે. આ ગોવર્ધન પર્વત પાસે સપ્તઋષિની ઝુંપડી તથા પશુ પક્ષીઓની પ્રતિકૃતિ મૂકવામાં આવી છે. વૃંદાવન નુ આબેહુબ દ્રશ્ય ખડું થયેલું જોઈ રસિકજનો અને દર્શન કરનારાઓ અને એક રોમાંચ અનુભવશે. આ જગ્યાએ 5100 થી વધુ વૃક્ષો વાવ્યા છે. વળી, અહીં પક્ષીઓ માટે ચકલા ઘર પણ મુકવામાં આવ્યા છે. તેમજ ગોવર્ધન પર્વતની પરિક્રમા કરી શકાય તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ઉગતા અને આથમતા સૂરજની ફોટોગ્રાફી કરવા માટે પણ આ સ્થળ ઉત્તમ છે. કેટલાક લોકો છબીકલા ને અંકિત કરવા માટે પણ આ સ્થળની મુલાકાત લે છે. હવે આ સ્થળે જવા પાકી સડકની સુવિધા કરવામાં આવી છે. મહંત શ્રી ત્રિકમદાસજી મહારાજ દરરોજ સાંજે આ સ્થળે આવે છે, તે સમયે લોકો સ્વયંભૂ એકઠા થાય છે.

કોઈ સમયનું સીમાડો આજે આરતી ઘંટનાદ પક્ષીઓ ના કલશોર અને સંત ના પગલા થકી પાવન બન્યો છે. આગામી વર્ષોમાં આ સ્થળ દર્શનીય સ્થળોમાં સ્થાન લેશે એવી આશા અસ્થાને નથી જ!