|| જય શ્રી સચ્ચિદાનંદ પરમધામધણી ||

શ્રી રસાત્મિક માર્ગ (સચ્ચિદાનંદ સંપ્રદાય) મહારાજ શ્રી સુંદરસાહેબ દ્વારા સવંત ૧૮૭૭ વૈશાખસુદ - પ ના કચ્છ અંજારમાં સ્થાપવામાં આવ્યો.
‘શ્રી રસાત્મિક માર્ગ’ નું જ્ઞાન, સદગુરૂ ને શ્રીરસાત્મિક સદગુરૂ સાથે છ દિવસની જ્ઞાન ચર્ચામાં મળ્યું. શ્રી રસાત્મિક સદગુરૂ એ શ્રી સુંદરસાહેબ ને વૈશાખ સુદ પ થી ૧૧ (અગિયારસ) સુધી જ્ઞાન ચર્ચામાં ક્ષર–અક્ષર અક્ષરાતીતનુ જ્ઞાન આપ્યું.
આજે કચ્છ અંજાર માં શ્રી રસાત્મિક માર્ગ નું મુખ્ય મંદિર છે. જયાં પરમધામી આવેશી શ્રી રાધાકૃષ્ણની સેવા થાય છે. શ્રી રસાત્મિક માર્ગ ના પ્રેમી ભકતો રસિક કહેવાય છે. પરસ્પર જયારે રસિકો એકબીજાને મળે ત્યારે "જય શ્રી સચ્ચિદાનંદ પરમધામ ધણી" કહે છે.
મહારાજ શ્રી સુંદર સાહેબ શ્રી રસાત્મિક માર્ગ ના આચાર્ય છે. શ્રી સદગુરૂના પરમધામ ગમન પછી ગુરૂગાદી પરંપરા આજ સુધી પ્રર્વતમાન છે. હાલમાં અંજાર મુખ્ય મંદિરમાં મહંત શ્રી ત્રિકમદાસજી મહારાજ ગુરૂગાદી એ બિરાજમાન છે. કચ્છ અંજાર મંદિર જે શ્રી સચ્ચિદાનંદ મંદિર તરીકે ઓળખાય છે. જયાં શ્રી રાધા-કૃષ્ણ ભગવાનની અષ્ટપ્રહરી સેવા થાય છે.

|| જય શ્રી સચ્ચિદાનંદ પરમધામધણી ||

શ્રી રસાત્મિક માર્ગ (સચ્ચિદાનંદ સંપ્રદાય) મહારાજ શ્રી સુંદરસાહેબ દ્વારા સવંત ૧૮૭૭ વૈશાખસુદ - પ ના કચ્છ અંજારમાં સ્થાપવામાં આવ્યો.

‘શ્રી રસાત્મિક માર્ગ’ નું જ્ઞાન, સદગુરૂ ને શ્રી રસાત્મિક સદગુરૂ સાથે છ દિવસની જ્ઞાન ચર્ચામાં મળ્યું. શ્રી રસાત્મિક સદગુરૂ એ શ્રી સુંદરસાહેબ ને વૈશાખ સુદ પ થી ૧૧ (અગિયારસ) સુધી જ્ઞાન ચર્ચામાં ક્ષર–અક્ષર અક્ષરાતીતનુ જ્ઞાન આપ્યું.

આજે કચ્છ અંજાર માં શ્રી રસાત્મિક માર્ગ નું મુખ્ય મંદિર છે. જયાં પરમધામી આવેશી શ્રી રાધાકૃષ્ણની સેવા થાય છે. શ્રી રસાત્મિક માર્ગ ના પ્રેમી ભકતો રસિક કહેવાય છે. પરસ્પર જયારે રસિકો એકબીજાને મળે ત્યારે "જય શ્રી સચ્ચિદાનંદ પરમધામ ધણી" કહે છે.

મહારાજ શ્રી સુંદર સાહેબ શ્રી રસાત્મિક માર્ગ ના આચાર્ય છે. શ્રી સદગુરૂના પરમધામ ગમન પછી ગુરૂગાદી પરંપરા આજ સુધી પ્રર્વતમાન છે. હાલમાં અંજાર મુખ્ય મંદિરમાં મહંત શ્રી ત્રિકમદાસજી મહારાજ ગુરૂગાદી એ બિરાજમાન છે. કચ્છ અંજાર મંદિર જે શ્રી સચ્ચિદાનંદ મંદિર તરીકે ઓળખાય છે. જયાં શ્રી રાધા-કૃષ્ણ ભગવાનની અષ્ટપ્રહરી સેવા થાય છે.

વધુ વાંચો

મહંત શ્રી ત્રિકમદાસ

સાંસ્કૃતિક કાર્યક્રમ (તિથિ અને ઉત્સ​વો)

પોષી પૂનમ પૂનમ
વસંતપંચમી શ્રી સુંદરસાહેબ મહારાજનુ પ્રાગટય તથા શ્રી રાધાકૃષ્ણના અલોકિક વનવિવાહ
મહાસુદ ૯ શ્રી રાધિકાદાસજી મહારાજની પુણ્યતિથી
માધીપૂનમ પૂનમ
માધીઅમાસ શ્રી મોહનદાસજી મહારાજની પુણ્યતિથી
ફાગણ સુદ ૬ શ્રી સુંદરસાહેબ મહારાજનો સામૈયો
ફાગણ પૂનમ પૂનમ
ચૈત્રસુદ ૯ શ્રી વલ્લભદાસજી મહારાજની પુણ્યતિથી
ચૈત્રી પૂનમ પૂનમ
વૈશાખ સુદ પ શ્રી સુંદરસાહેબ તથા શ્રી રસાત્મિક સદગુરૂ મિલન તથા હાલના મંહત ત્રિ્કમદાસજી મહારાજનો જન્મદિવસ
વૈશાખી પૂનમ પૂનમ
જેઠ સુદ ૧૧ શ્રી વીરસાહેબ મહારાજની પુણ્યતિથી
જેઠ પૂનમ પૂનમ
જેઠ વદ ૧ર શ્રી કૃષ્ણદાસજી મહારાજની પુણ્યતિથી
ગુરૂપુર્ણીમા ગુરૂપુર્ણીમા
શ્રાવણી પૂનમ પૂનમ
શ્રાવણ વદ ૮ જન્માષ્ટમી
ભાદરવી સુદ ૮ રાધાષ્ટમી
ભાદરવી પૂનમ પૂનમ
અધિક પૂનમ પૂનમ
શરદ પૂનમ પૂનમ
કારતકી પડવો અન્નકોટ

અષ્ટપ્રહરી સેવા : સચ્ચિદાનંદ મંદિર અંજાર કચ્છ

1) પ્રભાતિયા
2) મંગળા આરતી
3) સવાર ના સમૈયા
4) રાજભોગ / રાજ આરતી
5) ઉત્થાપન દર્શન
6) સંધ્યા આરતી
7) સાંજના સમૈયા, ગ્રંથરાજ પઠન તથા ભજન
8) શયન આરતી, અરજી, પોઢણીયા, સ્તુતિ